खेल

Blog single photo

દિલ્હી કેપિટલ્સ ની ટીમ માં જોડાવા માટે ઉત્સાહિત છું : સ્ટીવ સ્મિથ

23/02/2021

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.).   ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે કહ્યું કે, તે દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાવા માટે ઉત્સાહિત છે અને આશા છે કે ટીમ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) નો ખિતાબ જીતવા માટે સક્ષમ બનશે.

દિલ્હીની ટીમને આઈપીએલના પાછલા એડિશનની ટાઇટલ મેચમાં મુંબઈની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સ્મિથે ટ્વીટ કર્યું, "હું આ વર્ષે ટીમમાં જોડાવા માટે ખરેખર ઉત્સાહિત છું. મને લાગે છે કે તે ખેલાડીઓની એક મહાન ટીમ છે અને ટીમનો કોચ પણ એક દિગ્ગજ ખેલાડી છે. હું ત્યાં પહોંચવા અને કેટલીક અદ્ભુત યાદો બનવવા માટે ઇચ્છા રાખું છું. આશા છે કે ટીમ ગત વર્ષ કરતા આ વર્ષે સારો દેખાવ કરશે. "

ગયા અઠવાડિયે આઈપીએલ 2021 પ્લેયર હરાજી દરમિયાન દિલ્હીએ સ્મિથ અને ટોમ કરન જેવા અનુભવી ખેલાડીઓ તેમજ લુકમાન મેરીવાલા, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ અને મણિમારન સિદ્ધાર્થ જેવા ચાર હોશિયાર ખેલાડીઓ ખરીદ્યા હતા.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે, ટીમમાં જોડાનારા નવા ખેલાડીઓ થી ટીમમાં ઘણો અનુભવ છે. તેમણે કહ્યું કે, "અમે ગત સિઝનથી અમારું કોર યુનિટ જાળવી રાખ્યું છે અને નવા ખેલાડીઓ કે જેમણે ટીમમાં ઘણો અનુભવ લાવ્યો છે. સ્ટીવ સ્મિથ અને ટોમ કરન જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના આગમનની સાથે અમારી પાસે કેટલાક સ્થાનિક ખેલાડીઓ છે. લુકમેન મેરીવાલાએ, સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અન્ય યુવા ખેલાડીઓ માટે જે ખૂબ મોટો અનુભવ રહેશે."

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી 


 
Top