विदेश

Blog single photo

કોરોના હોવા છતાં ઇમરાન ખાને મીટીંગ બોલાવી, પાકિસ્તાન માં નિંદા

26/03/2021

ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) કોરોના સંક્રમિત હોવા છતાં પણ મીટિંગ બોલાવવા બદલ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની નિંદા કરવામાં આવી છે. ફોટો વાયરલ થયા પછી વિપક્ષે, મીટિંગમાં સામેલ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનું પણ કહ્યું છે.

આ બેઠક સાથે સંબંધિત એક ફોટો સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે જેમાં માહિતી અને પ્રસારણ પ્રધાન શિબલી ફરાજ તેમજ સાંસદ ફૈઝલ જાવેદ બેઠા છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે ઇમરાન ખાને ટ્રેક સૂટ પહેરેલો છે અને સોફા પર બેઠો છે. આ સિવાય ફરાઝ, જાવેદ યુસુફ બેગ મિર્ઝા અને ઝુલ્ફિકર અબ્બાસ બુખારી આ બેઠકમાં સામેલ થયા હતા.

પાકિસ્તાન ના પ્રખ્યાત અખબાર 'ડોન' ના સમાચાર મુજબ, બેઠક બનિગલામાં ઇમરાન ખાનના નિવાસ સ્થાને થઈ. વિપક્ષનું કહેવું છે કે વડા પ્રધાને આ બેઠકને જાતે બોલાવીને આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી, આ બેઠકમાં સામેલ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાનું પણ કહેવામાં આવ્યું છે. જો કે, યુસુફ બેગ મિર્ઝાએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, મીટિંગ દરમિયાન તમામ સ્વાસ્થ્ય માર્ગદર્શિકા નું પાલન કરવામાં આવ્યું છે. દરમિયાન, પાકિસ્તાન મેડિકલ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડો.કૈસર સજ્જાદે કહ્યું છે કે, ઇમરાન ખાને આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી હોવી જોઇતી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ નેતા મરિયમ ઔરંગઝેબે કહ્યું છે કે, ઇમરાન ખાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના વડાઓએ નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ વડા પ્રધાન પોતે નિયમોને તોડીને લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top