राज्य

Blog single photo

કોરોનાકાળમાં એસજીવીપી ગુરુકુળ સંસ્થાની અનોખી પહેલ

08/05/2021

-40 ગામડાઓમાં અંદાજે 21 લાખની આયુર્વેદિક દવાઓનું વિનામુલ્યે વિતરણ કર્યું
-આજદિન સુધી 2500 ઉપરાંત કીટનુ, 40 જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ, 08 મે (હિ.સ.) હાલ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશ-દુનિયાના લોકો, ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે. ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે, કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં એસજીવીપી ગુરુકુલ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે.

સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘એસજીવીપી  હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે. આ આયુર્વેદ કીટ કોવિડના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઔષધિઓનો યથાયોગ્ય ઉપયોગ દ્વારા, શરીરમાં ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) નુ પ્રમાણ વધે છે અને દર્દીઓ ઝડપથી સારા થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top