मनोरंजन

Blog single photo

કંગના રાનાઉતે ફરીથી મૂવી માફિયાઓ પર વાત કરતા, અક્ષય કુમાર વિશે આ કહ્યુ.....

08/04/2021

નવી દિલ્હી, 08 એપ્રિલ ( હિ.સ.)     પોતાના દબંગ નિવેદનોને કારણે હમેશા ચર્ચામાં રહેલી કંગના રનૌતે, ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા બોલિવૂડમાં મૂવી માફિયાઓને નિશાન બનાવ્યા છે. આ સાથે તેણે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર વિશે પણ મોટી વાત કરી છે. કંગના એ પ્રખ્યાત પટકથા લેખક અનિરુધ ગુહાએ કરેલુ એક ટ્વિટ રિટ્વીટ કર્યું - 'બોલિવૂડ એટલુ નિર્દઈ છે કે, અહીં મારી પ્રશંસા કરવાથી પણ લોકોને  મુશ્કેલી થઈ શકે છે. મને ઘણા સિક્રેટ કોલ્સ અને સંદેશા ઓ મળે છે. તેની વચ્ચે અક્ષય કુમાર જેવા મોટા કલાકારો પણ શામેલ છે. તેમણે ફિલ્મ થલાઈવી ની પ્રશંસા કરી, પરંતુ આલિયા અને દીપિકાની ફિલ્મોની જેમ, તે પણ ખુલ્લેઆમ તેની પ્રશંસા કરી શકતા નથી. ફિલ્મ માફિયાઓનો આતંક. '
કંગના એ આટલુ કહી ને ખામી નથી. તેને પોતાની વાત આગળ વધારતા, પોતાની આગામી ટવીટમાં લખ્યું, ' કલા ના ક્ષેત્ર માં, વાત જ્યારે ઉદેશ્ય ની આવે છે, ત્યારે તે કલા વિશે વાત હોય છે. જ્યારે સિનેમાની વાત આવે છે, ત્યારે પાવર પ્લે અને રાજકારણનો સમાવેશ થતો નથી. મારા રાજકીય વિચારો, દ્રષ્ટિકોણ અને આધ્યાત્મિકતા ને લઈને મને ધમકાવવી, પજવણી કરવી અને અલગ કરવાનુ લક્ષ્ય ન રાખવુ જોઈએ, જો તેઓ આ કરે છે, તો હું ચોક્કસ જીતીશ. '

કંગનાનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. કંગના રનૌત આજકાલ, તેની ફિલ્મ 'થલાઈવી' ને કારણે ઘણી ચર્ચામાં છે. એ.એલ. વિજય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'થલાઇવી' તમિળનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. તાજેતરમાં જ આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થયુ છે. ટ્રેલરમાં દરેક જણ, કંગનાના શાનદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મ સિવાય કંગના 'તેજસ' અને 'ધાકડ' ફિલ્મોમાં પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top