आर्थिक

Blog single photo

એલઆઈસી કર્મચારીઓ ના વેતનમાં વધારો - કામના દિવસો પણ 5

16/04/2021

નવી દિલ્હી, 16 એપ્રિલ ( હિ.સ.) એપ્રિલ મહિનો ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) ના 1.14 લાખ કર્મચારીઓ માટે, એક સારા સમાચાર લાવ્યુ છે. એલઆઈસી કર્મચારીઓના પગારમાં વધારાની સાથે, સરકારે અઠવાડિયામાં પાંચ દિવસના કામના દિવસો ને પણ મંજૂરી આપી દીધી છે. મતલબ કે હવે એલઆઈસીના કર્મચારીઓ, સોમવારથી શુક્રવાર સુધી જ કામ કરશે. શનિવાર અને રવિવાર તેમની રજા રહેશે. 

નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા, પગાર વધારા અને પાંચ દિવસના કાર્યદિવસ ને મંજૂરી આપવામાં આવી છે. કર્મચારીઓનો પગાર વધારો 1 જાન્યુઆરી 2017 થી લાગુ થશે. સરકારના આ નિર્ણયથી એલઆઈસીના 1.14 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. એલઆઈસીની કર્મચારી સંસ્થાઓ, લાંબા સમયથી અઠવાડિયાના 5 દિવસના વર્ક ડે ની માંગણી કરી રહયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાકીય સેવાઓ વિભાગે, એલઆઈસીના કર્મચારીઓને વધારાના વિશેષ ભથ્થા, દર મહિને 1500 થી 13500 રૂપિયા સુધી રજૂ કર્યા છે. આ ભથ્થા બધા કેડરના કર્મચારીઓને મળશે. આ ભથ્થુ, ડીયરનેસ ભથ્થા (ડી.એ.) ની ગણતરી માટે રજૂ કરવામાં આવ્યુ છે. પરંતુ તેને સિટી કમ્પેન્સટરી એલાઉન્સ (સીસીએ), ગ્રેચ્યુઇટી, હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ), પેઇડ લીવ એન્કેશમેન્ટ અને સુપર એન્યુઇટી બેનિફિટ માનવામાં આવશે નહીં. 

ભારતના જીવન વીમા નિગમમાં, સામાન્ય રીતે દર પાંચ વર્ષે પગાર વધારવામાં આવે છે. અગાઉનો વધારો નવ વર્ષ પહેલા 2012 માં કરવામાં આવ્યો હતો. 2017 થી પગાર વધારા ની રાહ જોવાતી હતી. આ લાંબી પ્રતીક્ષાને કારણે કર્મચારી સંગઠનો, પગારમાં ઓછામાં ઓછા 35 ટકાનો વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ આ વધારો માત્ર 16 ટકા નો થયો છે. જો કે, રાહતની બાબત છે કે, આ વધારા જાન્યુઆરી 2017 થી લાગુ થયા છે.  તેથી કર્મચારી સંગઠનો આશાવાદી છે કે, ફરી એકવાર 2022 માં, આગામી વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય. 

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે શેર બજાર દ્વારા એલઆઈસી માંથી પોતાનો ભાગ ઘટાડવાની જાહેરાત કરી છે. આ માટે એલઆઈસીનો આઈપીઓ લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યુ હતુ કે, ' આગામી નાણાકીય વર્ષ દરમિયાન એલઆઈસી શેર બજારમાં, સૂચિબદ્ધ થઈ શકે છે. એલઆઈસીના આઈપીઓથી, કેન્દ્રને આશરે 1 લાખ કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે.' એવું માનવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો ઘટાડતા પહેલા ઇન્ક્રીમેન્ટના મુદ્દાને, અપડેટ કરવા માંગે છે. જેથી આઈપીઓ લાવતા સમયે, કર્મચારી સંગઠનો તરફથી અધિક  પ્રતિરોધ ન આવે. 

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / સુનીત / માધવી 


 
Top