विदेश

Blog single photo

પાકિસ્તાન વિશ્વ નો બીજો સૌથી પ્રદુષિત દેશ

17/03/2021

ઇસ્લામાબાદ/નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) આઈક્યુએર ગ્લોબલ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ને વિશ્વનો બીજો સૌથી પ્રદૂષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે.
 
વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 મુજબ, પાકિસ્તાનની હવામાં ગુણવત્તા નો રિપોર્ટ ભૂતકાળમાં પણ ગણો નબળો રહ્યો છે. પાકિસ્તાનના મોટા શહેરોમાં ધુમાડા, ઝાકળ અને દુષિત હવાને કારણે ગુણવત્તા બગડી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. જે હવા ગુણવત્તાની સૂચિ માં 110 માં સ્થાન પર છે. સૌથી પ્રદૂષિત શહેર લાહોર છે. આ સાથે, વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની સૂચિમાં લાહોર 18 મા ક્રમે છે. તેનો વાયુ ગુણવત્તા સૂચકાંક 163 છે.

આઇક્યુએર રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હવાના પ્રદૂષણના નકારાત્મક પ્રભાવોને કારણે 20 ટકા લોકો મરી રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે, આ દેશ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ખરાબ હોઈ શકે છે. ઉપરાંત, આ રોગ બાળકોમાં પણ વિકસી શકે છે.

જો કે, કોરોના રોગચાળાને કારણે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે. વૈશ્વિક સ્તરે 7 થી 33 ટકા મૃત્યુ હવાના પ્રદૂષણને કારણે થયા છે. તેને માનવ સર્જિત વાયુ પ્રદૂષણ થી નિયંત્રિત કરીને રોકી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top