खेल

Blog single photo

રવિચંદ્રન અશ્વિન આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ......

09/03/2021

દુબઇ, નવી દિલ્હી, 09 માર્ચ ( હિ.સ.) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ફેબ્રુઆરી મહિનાના, અનુભવી ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને, આ મહિનાનો આઇસીસી પ્લેયર તરીકે પસંદ કર્યો છે. જ્યારે મહિલા વર્ગમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડના ઓપનર ટેમી બ્યુમોન્ટને આપવામાં આવ્યો છે. 

આઇસીસીએ એક નિવેદન બહાર પાડતાં જણાવ્યુ છે કે, 'અશ્વિનને તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.'

અશ્વિને ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં, શાનદાર પ્રદર્શન કરતા 106 રન બનાવ્યા હતા અને અમદાવાદની ત્રીજી ટેસ્ટ દરમિયાન, તેની ટેસ્ટ કારકિર્દીની 400 મી વિકેટ લીધી હતી. અશ્વિને ચાર મેચની આ સિરીઝમાં કુલ 32 વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં તે મેન ઓફ ધ સિરીઝ પણ ચૂંટાયો હતો. 

અશ્વિન ઉપરાંત, ન્યુઝીલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ, બ્યુમોન્ટને આ મહિનાની મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝમાં બ્યુમોન્ટે, અડધી સદી ફટકારી હતી અને કુલ 231 રન બનાવ્યા હતા. 

અશ્વિનના પ્રદર્શન અંગે, આઇસીસી વોટિંગ એકેડેમીના પ્રતિનિધિ ઇયાન બિશપે કહ્યું, "અશ્વિને શ્રેણીમાં સતત વિકેટ લીધી હતી. તેણે આ મહત્વપૂર્ણ શ્રેણીમાં, ટીમમાં મોટો ફાળો આપ્યો હતો. બીજી ટેસ્ટમાં અશ્વિનની સદી ઘણી મહત્વની હતી. તેની આ ઇનિંગ્સ થી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને  મુશ્કેલીઓ  પડી હતી. "

નોંધપાત્ર વાત એ છે કે, અશ્વિને ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટને હરાવીને, આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રવિચંદ્રન અશ્વિન આઈસીસી 'પ્લેયર ઓફ ધ મંથ' તરીકે ચૂંટાયેલા બીજા ભારતીય ખેલાડી છે. અશ્વિન પહેલા, આ એવોર્ડ જાન્યુઆરીમાં વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે જીત્યો હતો. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top