भारत

Blog single photo

કોરોના ની વિકટ સ્થિતિ ચાલુ, ફરી 24 કલાક માં સાડા ત્રણ લાખ થી વધુ કોરોના કેસ નોંધાયા

26/04/2021

નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) દેશમાં કોરોના સંક્રમણ ની ગતિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,51,991 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2812 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2,19,272 દર્દીઓ સ્વસ્થ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના કુલ 1,73,13,163 કેસ નોંધાયા છે. તે જ સમયે, 1,95,123 લોકો આ રોગથી અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. દેશ માં સક્રિય દર્દીઓની સંખ્યા 28,13,658 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,43,04,382 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રીકવરી રેટ દર સતત ઘટી રહ્યો છે-
કોરોનાના વધતા જતા કેસો સાથે, ઘટતો જતો રીકવરી રેટ પણ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 15 દિવસથી, દેશના રીકવરી રેટ ના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, દેશનો રીકવરી રેટ, 83.48 થી નીચે આવીને 82.62 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 14 લાખથી વધુ પરીક્ષણો કરાયા-
આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 14 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 25 એપ્રિલના રોજ, 14,02,367 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 27,93,21,177 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / હિતેશ 


 
Top