भारत

Blog single photo

ગુજરાત થી ચાલેલી રાજસ્થાન માટે ની પ્રથમ ઓક્સીજન એક્સપ્રેસ, કોટા પહોંચી

07/05/2021

નવી દિલ્હી, 07 મે (હિ.સ.) શુક્રવારે ગુજરાતના હાપા થી ચલાવવામાં આવેલી પ્રથમ 'ઓક્સિજન એક્સપ્રેસ', રાજસ્થાનના કોટા સ્ટેશન પર પહોંચી હતી. ગુરુવારે આ ટ્રેન ત્રણ ટેન્કરમાં 40.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) લઈને રવાના થઈ હતી. રાજસ્થાન માટે આ પ્રથમ 'ઓક્સિજન એક્સપ્રેસ' દોડાવવામાં આવી છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે, 'હાપાથી કોટા ચલાવવામાં આવેલી પહેલી' ઓક્સિજન એક્સપ્રેસ 'રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સપ્લાય કરવા માટે પહોંચી છે.

બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ભારતીય રેલ્વે દ્વારા હરિયાણા માટે ચલાવવામાં આવેલી ત્રીજી 'ઓક્સિજન એક્સપ્રેસ' રાઉરકેલા થી ફરીદાબાદ પહોંચી છે. તેમણે કહ્યું, આનાથી રાજ્યમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો થશે.

નોંધનીય છે કે, આ ટ્રેન ગુરુવારે રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાંથી 49.47 ટન મેડિકલ ઓક્સિજન સાથે હરિયાણા જવા રવાના થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ /માધવી 


 
Top