भारत

Blog single photo

બ્રિટન ના ગૃહમંત્રી પ્રીતિ પટેલ એ, ભાગેડુ નીરવ મોદી ને ભારત ને સોંપવા માટે ની મંજુરી આપી

16/04/2021

નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.). બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે, ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ નીરવ મોદી ને ભારત ને સોંપવા માટેની મંજૂરી આપી દીધી છે.

બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ગયા અઠવાડિયે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આમાં કોર્ટે કહ્યું હતું કે, નીરવને ભારતીય કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ પછી, આ મામલો યુકેના ગૃહ પ્રધાનની વિચારણા હેઠળ હતો. શુક્રવારે પટેલે મોદીના ભારતને સોંપવાની મંજૂરી આપી હતી.

લાંબા સમય સુધી કાનૂની લડત બાદ ભારતીય તપાસ એજન્સીઓએ આ મોટી સફળતા હાંસલ કરી છે. મોદી પર જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાંથી અબજો રૂપિયા હડપવાનો આરોપ છે.

નીરવ મોદીએ પ્રત્યાર્પણ ટાળવા બ્રિટનની ન્યાયિક પ્રણાલીનો આશરો લેવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. આર્થિક ભાગેડુઓએ બ્રિટનમાં રાજકીય આશરો લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.

લંડનની વેસ્ટમિંસ્ટરની અદાલતે પ્રત્યર્પણ વિરુદ્ધ નીરવ મોદીની તમામ અરજીઓને નકારી કાઢી હતી. કોર્ટે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવા આદેશ આપ્યો હતો. તેમને જેલમાં જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવાની સૂચના પણ આપવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાંથી ભાગી ગયેલા આર્થિક ગુનેગારોને ઘરે લાવવાની અને તેમને કાયદાકીય દોરમાં મૂકવાની ઝુંબેશમાં આ મોટી સફળતા છે. વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવા આર્થિક અપરાધીઓએ, ભારતમાં કાયદાકીય કાર્યવાહી ન થાય તે માટે વિદેશમાં આશરો લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર /વીરેન્દ્ર સિંહ /હિતેશ 


 
Top