भारत

Blog single photo

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ પદ્મભૂષણ મનોજ દાસ ને શ્રદ્ધાંજલિ આપી

28/04/2021

નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ, બુધવારે જાણીતા ઓડિયા અને અંગ્રેજી લેખક મનોજ દાસના નિધનને, ઓડિયા અને અંગ્રેજી લેખનની દુનિયા નું એક મોટું નુકસાન ગણાવ્યું છે. મનોજ દાસનું મંગળવારે પોંડીચેરી ખાતે અવસાન થયું હતું. 87 વર્ષીય મનોજ દાસ, ઘણા લાંબા સમયથી બિમાર હતા.

રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વીટ કર્યું હતું કે, મનોજ દાસનું મૃત્યુ, ઓડિયા અને અંગ્રેજી લેખનની દુનિયા માટે એક મોટું નુકસાન છે. એક કથા લેખક તરીકે તેમનું કદ, તેમની સરળતા અને આધ્યાત્મિકતાએ તેમને એક અલગ ઓળખ આપી. તેમને પદ્મ ભૂષણ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. "

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ ટિ્‌વટ કરીને કહ્યું કે, તે વાત જાણીને દુ:ખ થયું કે, એક મોટા લેખક, શિક્ષણશાસ્ત્રી અને દાર્શનિક, મનોજ દાસ નથી રહ્યા. તેમણે ઓડિયા સાહિત્યિક જગત માં એક વિશાળ શૂન્ય છોડી દીધુ છે. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ. "

મનોજ દાસ શ્રી અરોબિંદો આશ્રમ સાથે સંકળાયેલા હતા. દાસને 2001 માં પદ્મશ્રી અને 2020 માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ /માધવી 


 
Top