राज्य

Blog single photo

મોડાસા સર્કિટ હાઉસમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે....!! જીલ્લામાં એમ્બ્યુલન્સના અભાવે રઝળતા દર્દીઓ

07/05/2021

મોડાસા, 07 મે (હિ.સ.)  સમગ્ર રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે 108 એમ્બ્યુલન્સની અછત સર્જાતા રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી પણ કરી છે. અરવલ્લી જિલ્લામાં નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. પણ આ નવી એમ્બ્યુલન્સ નું ઉદ્ઘાટન ક્યારે થશે તેની રાહ જોવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં હાલ નવ જેટલી 108 એમ્બ્યુલસ કાર્યરત્ છે. જેમાંથી 7 હિંમતનગર કૉવિડ હૉસ્પિટલમાં દર્દીઓને લઈને જતી હોય છે, તો બે એમ્બ્યુલન્સ ઇમરજન્સી અકસ્માતની ઘટનાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. કૉરોનાના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહથી મોડાસા સર્કિટ હાઉસ ખાતે નવી 108 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે જોકે આ એમ્બ્યુલન્સ નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે અને કોણ કરશે તેની રાહ જોવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. 

કોરોના ના બધતા કહેર વચ્ચે દર્દીઓને 108 એમ્બ્યુલન્સની સેવા ન મળતી હોવાની લઈને રાજ્ય સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે. પણ અરવલ્લી જિલ્લામાં વરવી વાસ્તવિકતા એવી સામે આવી છે કે, નવી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ પ્રજાની સેવા માટે ક્યારે કાર્યરત થશે? નેતાઓ કે વહીવટી તંત્રને આ નવીન એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે પ્રજાના હિત માટે કાર્યરત ન કરવી હોય તેવું લાગી રહ્યું છે. 
હિન્દુસ્તાન સમાચાર  / મહેન્દ્રપ્રસાદ 


 
Top