मनोरंजन

Blog single photo

નૃત્યાંગના સપના ચૌધરી સામે એફઆઈઆર નોંધાઈ

11/02/2021

નવી દિલ્હી,11 ફેબ્રુઆરી ( હિ.સ.) દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા  વિંગ એ, હરિયાણાની પ્રખ્યાત નૃત્યાંગના સપના ચૌધરી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે, સપના ચૌધરીએ તેની કંપની સાથેનો કરાર તોડ્યો એટલું જ નહીં, પરંતુ તેણે પોતાના ગ્રાહકને કંપનીથી દૂર કરવાનુ કામ પણ કર્યું હતુ. હાલમાં આઇપીસીની કલમ 406/420 અને 120 બી અંતર્ગત, આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આર્થિક અપરાધ  શાખા  સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 

મળતી માહિતી મુજબ જુલાઈ મહિનામાં, આર્થિક ગુના શાખાને ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદમાં સપના ચૌધરી ઉપરાંત તેના પરિવારના સભ્યો નીલમ, કરણ, રચના, શિવાની અને નિતિન કુમારનુ નામ પણ લેવામાં આવ્યુ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા પવન ચાવલા દ્વારા, આ  ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે હાલમાં એફઆઈઆર નોંધીને, કેસની વિગતે તપાસ કરી રહી છે. 

આ આરોપ મુકવામાં આવ્યા છે -
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતો કહે છે કે- સપનાએ ડાન્સનો કાર્યક્રમ કરવા માટે લાખો રૂપિયા લીધા હતા, પરંતુ તે આ કાર્યક્રમમાં હાજર નહોતી થઈ. એવો આરોપ પણ છે કે, સપનાએ આ ઇવેન્ટ માટે 6 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ ડાન્સનો કાર્યક્રમ આપ્યો ન હતો. સપના ચૌધરી વિરુદ્ધ કેસ દાખલ કરનારા લોકોમાં 3 લોકો દિલ્હીના છે, જ્યારે 2 લોકો હરિયાણાના છે.

હિન્દુસ્થાન સમાચાર / અશ્વની / માધવી 


 
Top