खेल

Blog single photo

ચેતેશ્વર પુજારા અહી બેડી સદી ફટકારી ને ભારત ને વિજય અપાવે તેવી ઈચ્છા છે : અમિત શાહ

24/02/2021

અમદાવાદ/નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ માં, ચેતેશ્વર પૂજારા ડબલ સદી ફટકારે અને ત્રીજી ટેસ્ટ મેચમાં (ડે-નાઈટ) ભારતીય ટીમ ને વિજય અપાવે.

શાહે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, "આ સ્ટેડિયમ જવાગલ શ્રીનાથ માટે ખૂબ જ યાદગાર છે. તેમણે દક્ષિણ આફ્રિકા સામે છ વિકેટ લીધી હતી. આ મેદાન પર જ કપિલદેવે રિચાર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેદાન પર સુનીલ ગાવસ્કરે 10,000 રનનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. સચિન તેંડુલકરે આ મેદાન પર 18,000 વન-ડેના રનના લક્ષ્યાંકને સ્પર્શ કર્યો હતો અને અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂરા કર્યા હતા. હું ઇચ્છું છું કે, પૂજારાની અહીં ડબલ સદી થાય અને તે ઈંગ્લેન્ડ સામે ભારતને જીતવામાં મદદ કરે. "

ઉલ્લેખનીય છે કે પૂજારા, જ્યારે છેલ્લે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો ત્યારે તેણે બેવડી સદી ફટકારી હતી અને અમિત શાહે ફરીથી તે જ સિદ્ધિ હાંસલ કરવાની જમણા હાથ ના બેટ્સમેન પાસે થી ઇચ્છા દર્શાવી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ પૂર્વે નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રી કિરેન રિજિજુ પણ હાજર રહ્યા હતા.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /હિતેશ 


 
Top