खेल

Blog single photo

અમદાવાદ ટેસ્ટ: ઇંગ્લિશ ટીમે મેચ રેફરી પાસેથી થર્ડ અમ્પાયર અંગે ફરિયાદ કરી...

25/02/2021

અમદાવાદ/નવી દિલ્હી,  25  ફેબ્રુઆરી ( હિ.સ.) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ પૂરો થયા બાદ, ઇંગ્લિશ ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવૂડ અને કેપ્ટન જો રૂટે, ત્રીજા અમ્પાયર અંગે મેચ રેફરી જવાગલ શ્રીનાથને ફરિયાદ કરી હતી.

હકીકતમાં, ત્રીજા અમ્પાયરનો નિર્ણય વિવાદિત થયો હતો, જ્યારે ભારતનો બેટ્સમેન શુભમન ગિલને  બેન સ્ટોક્સની સ્લિપમાં સ્ટુઅર્ટ બ્રોડને કેચ આપી બેઠો હતો. પરંતુ સમીક્ષા પર, થર્ડ અમ્પાયરે તેને નોટ આઉટ કરાર આપ્યો. બીજી એક ઘટનામાં, બેન ફોક્સની શાનદાર સ્ટમ્પિંગના કારણે, વિકેટ મળી ન હતી, કારણ કે રોહિત શર્માએ યોગ્ય સમયે પોતાના પગ ક્રિઝની અંદર કરી લીધા હતા.

 મહેમાનોનુ કહેવુ છે કે, 'આ બંને કિસ્સાઓમાં થર્ડ અમ્પાયરે, જુદા જુદા કેમેરાના એન્ગલો જોઈને, નિર્ણય લેવો જોઈએ.' ઇંગ્લેન્ડની ટીમના પ્રવક્તાએ એક સ્પોર્ટ્સ વેબસાઇટને કહ્યુ, "ઇંગ્લેન્ડના કેપ્ટન અને મુખ્ય કોચે, પ્રથમ દિવસની રમત બાદ, મેચ રેફરી સાથે વાત કરી હતી.' કેપ્ટન અને મુખ્ય કોચે, અમ્પાયરો સામેની પડકારોનો સ્વીકાર કરતા, આદરપૂર્વક પૂછ્યુ હતુ કે, 'તેમની કોઈપણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં, નિરંતરતા કેમ નથી. " ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રોલીએ, પણ  અમ્પાયરિંગના કેટલાક નિર્ણયો મહેમાનોની તરફેણમાં ન આવતાં નિરાશા વ્યક્ત કરી હતી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top