खेल

Blog single photo

ભારત પ્રવાસ માટે આફ્રિકા ની મહિલા ક્રિકેટ ટીમ ની જાહેરાત

28/02/2021

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.)  ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસએ) એ, રવિવારે ભારત સામેની વનડે અને ટી 20 શ્રેણી માટે 17 સભ્યોની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે.

બંને ટીમો પાંચ વનડે અને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમશે. લખનઉમાં બાયો-સેફ વાતાવરણમાં તમામ વનડે તેમજ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

સીએસએએ એક નિવેદનમાં કહ્યું કે, ઓલરાઉન્ડર ક્લો ટ્રાઈન અને ડેન વાન નિકેર ને ઈજાના કારણે ટીમમાં શામેલ કરવામાં આવ્યા નથી.

ટીમની ઘોષણા પછી મુખ્ય કોચ મોરેંગે એક નિવેદનમાં કહ્યું કે, "આ પ્રવાસની આખરે પુષ્ટિ થઈ, તે ખરેખર રોમાંચક છે. ભારત હંમેશાં પ્રવાસ માટે એક અદ્ભુત સ્થળ છે અને અમે આગળ પડકારની રાહ જોતા હોઈએ છીએ."

આફ્રિકન ટીમ હાલમાં છ દિવસીય સંસર્ગમાં છે. આ પછી 7, માર્ચે ઇકાના સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે મેચ પહેલા આફ્રિકન ટીમ માટે બે દિવસીય તાલીમ સત્ર યોજાશે.

દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ નીચે મુજબ છે: સુને લુસ, આયાબોંગા ખાકા, શબનમ ઇસ્માઇલ, લૌરા વોલ્વાડર્ત, તૃષા ચેટ્ટી, સિનાલો જેટા, તસ્મિન બ્રિટ્ઝ, મારિજાને કપ્પ, નોંડુમિસો શાંગેજ, લિજેલે લી, અનેકે બોશ, ફેય ટ્યુનિકલાઇફ, નોનકુલુનેકો લાંબા, મીગ્નન ડુ પ્રીજ, નાદિન ડી કેલર્ક, લારા ગુડલ, તુમિ સેખુને.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /હિતેશ 


 
Top