आर्थिक

Blog single photo

15 દિવસ ના વિરામ બાદ, પેટ્રોલ-ડીઝલ ની કીમત માં ઘટાડો

15/04/2021

નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં સ્થાનિક બજારમાં તેનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે ગુરુવારે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના ચાર મહાનગરો, દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલ અનુક્રમે 90.40 રૂપિયા, 96.82 રૂપિયા, 90.62 રૂપિયા અને 92.43 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલનું વેચાણ પણ ક્રમશ 80.73 રૂપિયા, 87.81 રૂપિયા, 83.61 રૂપિયા અને 85.73 રૂપિયા પ્રતિ લીટર થઇ રહ્યું છે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 5 ટકાનો વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 2.70 ડોલર એટલેકે 4.24 ટકા વધીને 66.37 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 2.70 ડોલર એટલે કે 4.49 ટકા વધીને 62.88 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.

હિન્દુસ્તાન સમાચાર / પ્રજેશ શંકર / પ્રભાત ઓઝા / માધવી 


 
Top