मनोरंजन

Blog single photo

ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક તારિક શાહનુ નિધન .....

03/04/2021

નવી દિલ્હી, 03 એપ્રિલ ( હિ.સ.) જાણીતા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક તારિક શાહનુ શનિવારે, મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ હતુ. છેલ્લા બે વર્ષથી તે કિડનીની સમસ્યાથી ઝઝૂમી રહયા હતા. તેમના મૃત્યુ સાથે મનોરંજન જગતમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. તારિક એક સારા અભિનેતાની સાથે સાથે, એક સારા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતા. બહાર આને તક, મુંબઈ સેન્ટ્રલ, એહસાસ, ગુમનામ જેવી ફિલ્મોમાં તારિક શાહે પોતાના શાનદાર અભિનયથી દર્શકોનાં દિલ જીતી લીધા હતા. તેમણે 1990 માં આવેલી ફિલ્મ 'બહાર આને તક'માં જ અભિનય કર્યો ન હતો, પરંતુ ફિલ્મનુ નિર્દેશન અને નિર્માણ પણ સફળતાપૂર્વક કર્યું હતુ. આ ફિલ્મમાં રૂપા ગાંગુલી અને સુમિત સહગલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાંથી કાલી તેરી છોટી… આ ગીત ખૂબ જ પ્રખ્યાત હતુ.

આ સિવાય તારિક શાહે 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મમાં પણ કામ કર્યું હતુ. તારિક શાહની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તેમણે, અભિનેત્રી શોમા આનંદ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેણી તેની કારકિર્દીની ટોચ પર હતી. જ્યારે શોમાએ તારિક શાહ સાથે લગ્ન કર્યા હતા. તારિક અને શોમા ને સારા શાહ નામની એક પુત્રી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિન્હા / માધવી 


 
Top