राज्य

Blog single photo

સાંતેજમાં બળીયાદેવના મંદિરે વિધિ કરવા, 200થી વધુ લોકો એકઠા થયા

08/05/2021

 ગાંધીનગર, નવી દિલ્હી,  8 મે (હિ.સ)  રાજયમાં હાલ કોરોનાનુ સંક્રમણ વ્યાપક બની રહયુ છે, ત્યારે ધાર્મિક પ્રસંગોની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે જ સાંતેજના બળીયાદેવ મંદિરમાં ર૦૦થી વધુ લોકો, વિધિ માટે એકઠા થયા હોવાની જાણ સાંતેજ પોલીસને થતા, સ્થળ ઉપર પહોંચી હતી,ત્યારે  ત્યાંના આગેવાનોએ લોકોને ઉશ્કેરી, પોલીસ મંદિરમાં કેવી રીતે આવી, તેવી વાત કરી હતી. જેના પગલે પોલીસે ત્રણ આગેવાનો સહિત, કુલ ૧૩ જેટલા વ્યક્તિઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
  
કોરોનાનો પ્રકોપ સમગ્ર રાજયને બાનમાં લઈ રહયો છે, ત્યારે લોકો ધાર્મિક પ્રવૃતિ તરફ વળ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકોપ સામે બળીયાદેવની માનતા કરવાનુ ચલણ વધ્યુ છે. ત્યારે સરકારે ધાર્મિક પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી આવી વિધિ કરનાર લોકો સામે ગુના પણ નોંધાઈ રહયા છે. ગઈકાલે સાંજે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી હતી કે, સાંતેજમાં બળીયાદેવ મંદિરની ખુલ્લી જગ્યામાં ર૦૦થી વધુની જનમેદની એકઠી થઈ છે અને તેમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટેન્સીંગનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી. પ્રતિબંધ છતાં લોકો એકઠા થયા હોવાથી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.

હજુ ગાંધીનગર નજીક રાયપુર ગામમાં પણ આ જ પ્રકારે ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસે ૪૬ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. 

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top