विदेश

Blog single photo

ટ્વિટર ના સીઈઓ જેક ડોર્સી એ પોતાનુ પહેલું ટ્વિટ, 2.9 મિલિયન ડોલર માં વેચ્યુ

23/03/2021

સન ફ્રાન્સિસ્કો/નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.) ટ્વિટર ના સીઈઓ જેક ડોર્સી એ પોતાનું પહેલું ટ્વિટ 2.9 મિલિયન ડોલર માં વેચ્યું છે. તેણે બે અઠવાડિયા પહેલા તેની ડિજિટલ હરાજીની ઘોષણા કરી હતી. આ ટ્વિટ વર્ષ 2006 નું છે, જેમાં તેણે પોતાનું એકાઉન્ટ સેટ-અપ કરવાની વાત કરી છે.

આ ટ્વીટની હરાજી વેલ્યુએબલ બાય સેન્ટ નામના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવી હતી અને બ્રિજ ઓરેકલ ના સીઇઓ સીના એસ્તાવી એ તેની ખરીદી કરી હતી. આ 15 વર્ષ જૂની પોસ્ટને એનએફટી તરીકે વેચવામાં આવી છે જે તેની પ્રામાણિકતાની પુષ્ટિ કરે છે.

ડોર્સીએ જણાવ્યું હતું કે, તેણે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે વેચ્યા પછી મેળવેલા નાણાંનું દાન કરશે અને કોરોના દરમિયાન આર્થિક રીતે નબળા લોકોને મદદ કરનારી સંસ્થાને આપશે.

સોમવારે, તેમણે એક બિટકોઇન રસીદ ટ્વિટ કરીને કહ્યું કે 95% રકમ ટ્વિટ ના અસલી માલિકને અને બાકીની રકમ ટ્વિટર ને આપવામાં આવશે. ઉપરાંત, આ બધા પૈસા દાનમાં આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top