आर्थिक

Blog single photo

પેટ્રોલ-ડીઝલ સતત બીજા દિવસે સસ્તુ થયુ, જાણો શુ છે ભાવ...

25/03/2021

નવી દિલ્હી, 25 માર્ચ ( હિ.સ.) ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની કિંમતમાં ઘટાડાનો ફાયદો, સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 21 પૈસા અને ડીઝલ 20 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયુ છે. 

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈની ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવ અનુક્રમે 90.78 રૂપિયા, 97.19 રૂપિયા, 90.98 રૂપિયા અને 92.77 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ ક્રમશ - 81.10, 88.20 રૂપિયા, 83.98 રૂપિયા અને 86.10 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. જો કે આ પહેલા સતત 24 માં દિવસે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

નોંધનીય છે કે કોવિડ -19 વાયરસના સંકટને લીધે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. પાછલા સત્રમાં ક્રૂડ ઓઇલ (ક્રૂડ ઓઇલના ભાવ) ની કિંમતમાં 6.52 ટકાનો ઘટાડો થયો છે. લગભગ 6 અઠવાડિયા પછી બ્રેન્ટ ક્રૂડ 60 ડોલરની બેરલની નજીક પહોંચી ગયુ છે. છેલ્લા 15 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 15 ટકા થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગયા મહિને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 16 દિવસ વધારો થયો હતો. 

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર  / માધવી 


 
Top