राज्य

Blog single photo

"મારૂ ગામ કોરોનામુક્ત ગામ" અભિયાન અંતર્ગત મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે

09/05/2021

મોડાસા, અમદાવાદ, 09 મે (હિ.સ.) સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણનો વ્યાપ શહેરી વિસ્તારમાં વધતો જોવા મળી રહ્યો છે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરે નહિ તે માટે રાજ્ય સરકાર સમગ્ર રાજયમાં ૧ મેથી મારૂ ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં ગામડાઓમાં કોરોનાઅંગે જાગૃતિ લાવવા સોશ્યિલ ડિસ્ટન્સિંગ, ફરજીયાત માસ્ક તેમજ વારંવાર સાબુથી કે હાથ સેનિટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે તો આ ઉપરાંત યુવા અને વયોવૃધ્ધમાં મૃત્યુનું  પ્રમાણ ઉચું જોવા મળી રહ્યુ છે ત્યારે પાત્રતા ધરાવતા વ્યક્તિઓમાં ફરજીયાત રસીકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

જે અંતર્ગત મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને  સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ટ્રીનીટી સ્કુલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને દર્દીઓને પૂછપરછ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા, હિંમતનગરના હડિયોલ અને સિવિલ હોસ્પિટલ, ઇડરના દરામલી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠકમાં જિલ્લામાં વ્યાપેલા કોરોના સંક્રમણના વ્યાપની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના ત્રિપલ ટી થકી વધુમાં વધુ લોકો સુધી પંહોચી શકાય તે દિશામાં કામગીરી કરવા પર ભાર મુક્યો હતો, આ ઉપરાંત જિલ્લામાં હાલ બેડની ક્ષમતામાં વધારો કરવાની જરૂરીયાત જણાય તો તેવા સ્થળ સુનિશ્ચિત કરવા આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો પ્રયાપ્તમાત્રામાં ઉપલબ્ધ થાય તેમ કરવા જિલ્લા કલેકટર શ્રીને અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુંકે, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણને ટાળી શકાય તે માટે ગામમાં જ કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે જેથી કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા હોય તેવા દર્દીઓની ઝડપથી સારવાર થઇ શકે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top