मनोरंजन

Blog single photo

બોલિવૂડના મિસ્ટર પરફેક્ષનાલીસ્ટ આમિર ખાને, માત્ર આઠ વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી

13/03/2021

નવી દિલ્હી, 13 માર્ચ ( હિ.સ.) ફિલ્મ જગતમાં મિસ્ટર પરફેક્ષનાલીસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાનનો જન્મ મહારાષ્ટ્રમાં, 14 માર્ચ 1965 માં થયો હતો. તેમના પિતા તાહિર હુસેન, અને  કાકા નાસિર હુસેન એક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હતા.અમિરને  નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેણે ફિલ્મની કારકિર્દીની શરૂઆત આઠ વર્ષની ઉંમરે , ફિલ્મ 'યાદોં કી બારાત' થી કરી હતી. આ ફિલ્મમાં તેને જાણીતા  ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી ઝીનત અમાન સાથે, બાળ કલાકાર તરીકે કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મનુ નિર્દેશન તેમના કાકા નાસિર હુસેન દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પછી વર્ષ 1974 માં ફિલ્મ 'મદહોષ' માં પણ અભિનય કરવાની તક મળી. આ ફિલ્મમાં તેમનો અભિનય ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફિલ્મની રજૂઆત પછી, આમિર ખાન લાંબા સમય સુધી ફિલ્મ જગતથી દૂર રહ્યો અને લગભગ દસ વર્ષ પછી ફિલ્મ 'હોલી' થી, મોટા પડદે પરત ફર્યા. કેતન મહેતા નિર્દેશિત આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં, આમિર મુખ્ય ભૂમિકામાં હતો. પરંતુ આ ફિલ્મે આમિરને કોઈ ખાસ ઓળખ આપી નહોતી. 

આ પછી, આમિરને 1984 માં તેની કાકા મન્સૂર ખાન દિગ્દર્શિત ફિલ્મ 'ક્યામત સે ક્યામત તક' માં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં તે જુહી ચાવલા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.આ ફિલ્મમાં આમિર નો  અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો  હતો.  આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી. આ પછી, આમિરે પાછળ વળી કદી જોયુ નથી.
આમિરે અત્યાર સુધી દિલ, દિલ હૈ કી માનતા નહીં, જો જીતા વહી સિકંદર, અંદાઝ અપના અપના, રંગીલા, સરફરોશ, ગુલામ, લગાન, દિલ ચાહતા હૈ, તારે ઝમીન સહિતની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. પીકે, થ્રી ઇડિયટ્સ, ધૂમ 3,  દંગલ જેવી ફિલ્મો  પણ આ સૂચીમાં શામેલ છે. 

ફિલ્મોમાં અભિનય ઉપરાંત આમિરે, ઘણી ફિલ્મો માં  ગીતો પણ ગાયાં છે. જેમાં ફિલ્મ 'ગુલામ' ના 'આતી ક્યા ખંડાલા', 'ફના'માં ' ચંદા ચમકે ' અને ' તારે જમીન પર ' ના 'બમ બમ બોલે બોલે' જેવા ગીતો પણ શામેલ છે. 

આ સિવાય આમિર 'લગાન', 'જાને તુ યા જાને ના ' અને ' તારે જમિં પર ' સહિત અનેક ફિલ્મોના નિર્માણ પણ કરી ચૂક્યો છે. આમિર ફિલ્મ 'તારે જમિં પર 'ના ડિરેક્ટર પણ છે.

ફિલ્મ જગતમાં આમિરના પ્રશંસનીય યોગદાન માટે, ભારત સરકારે તેમને વર્ષ 2003 માં,  પદ્મ શ્રી અને વર્ષ 2010 માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

આમિર ખાનની અગંત જિંદગી  વિશે વાત કરીએ તો, આમિર ખાને બે લગ્ન કર્યાં છે. તેણે પહેલી વાર રીના દત્તા સાથે 1987 માં લગ્ન કર્યાં હતાં. જેમણે ફિલ્મ 'કયામત સે ક્યામત તક' માં નાનકડી ભૂમિકા પણ ભજવી હતી, અને ફિલ્મ 'લગાન' ની નિર્માતા પણ હતી. પરંતુ 2002 માં, બંને અલગ થઈ ગયા.આમિર અને રીનાને બે સંતાનો છે. પુત્ર જુનૈદ અને ઇરા. આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે 2005 માં કર્યા હતા. જે ફિલ્મ 'લગાન' ની  સહ-નિર્દેશક હતી. આમિર અને કિરણનો એક પુત્ર આઝાદ રાવ ખાન છે.

દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર, આમિર ખાનના લાખો ચાહકો છે. આમિર ટૂંક સમયમાં ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં કરીના કપૂરની સામે જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top