राज्य

Blog single photo

મેશ્વો ડેમમાં થી મેશ્વો નદી માં ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

07/05/2021

મોડાસા, 07 મે (હિ.સ.) શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ નદીમાં પાણી છોડવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરી હતી

ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ હતી. નદીમાં પાણી ના હોવાથી ઢોર ઢાખર તથા પશુ પંખીઓ પાણી વગર તરફડીયા મારતાં હતાં. શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અરવલ્લી કલેક્ટરને પાણી છોડવામાં માટે રજુઆત કરવામાં આવી હતીકલેકટર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે પત્ર લખીને જાણ કરી હતી. મંદિરનાં વાચેરમેન રણવીરસિંહ ડાભી ગાંધીનગર  જ પાણી પુરવઠા મંત્રી ને રજુઆત કરતાં તાત્કાલિક અસરથી મેશ્વો નદીમાં આજરોજ અધિક ઇજનેર પાથૅ પટેલે મેશ્વો ડેમમાં આવીને નદીમાં ત્રીસેક ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો હતો. સુકી ભટ્ટ નદીમાં પાણી આવતા મુંગા પશુઓને રાહત થઈ હતી અને આજુબાજુના પંદરેક ગામડાં ની જનતા નેં રાહત થઈ હતી.
હિન્દુસ્તાન સમાચાર  / મહેન્દ્રપ્રસાદ 


 
Top