खेल

Blog single photo

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે, ઉત્તરાખંડ ના પ્રભાવિત લોકો માટે પોતાની મેચ ની ફી દાન કરી

08/02/2021

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે, ઉત્તરાખંડ માં હિમસ્ખલન થવાથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે, તેની આખા મેચની પોતાની ફી દાન કરવાની જાહેરાત કરી છે. સાથે અન્ય લોકોને પણ મદદ કરવા વિનંતી કરી છે.

પંતે ટ્વિટ કર્યું હતુ કે, "ઉત્તરાખંડમાં થયેલા જાનમાલ ના નુકસાનથી બહુ દુઃખ થયુ છે. મેં બચાવ કાર્ય માટે, મારી મેચ ફી આપવાનુ નક્કી કર્યું છે, અને હું લોકોને પણ મદદ માટે  આગળ આવવા અપીલ કરીશ." 

પંતે, ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માં સતત ત્રીજી વખત સદી ફટકારી છે. 

આપને જણાવી દઈએ કે, રવિવારે ઉત્તરાખંડના ચમોલીમાં દિવસના 10 થી 11 ની વચ્ચે થયેલ હિમસ્ખલન ના કારણે 150 લોકો ગુમ થયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તે જ સમયે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.  

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ 


 
Top