भारत

Blog single photo

પાંચમા તબક્કામાં તમામ મતદાન મથકોની બહાર, લાગુ રહેશે કલમ 144

16/04/2021

કોલકાતા/નવી દિલ્હી,16 એપ્રિલ ( હિ.સ.) પશ્ચિમ બંગાળમાં 10 મી એપ્રિલના રોજ મતદાનના ચોથા ચરણમાં, સુરક્ષા દળો અને સામાન્ય લોકો વચ્ચે થયેલા ઝઘપ પછી, થયેલ ફાયરિંગમાં ચાર લોકોના મૃત્યુ થયા બાદ, ચૂંટણી પંચ ખાસ કરીને પાંચમા તબક્કા વિશે સાવધ છે. અહી નિર્ણય લેવામાં આવ્યો છે કે, 45 વિધાનસભા બેઠકોની બહાર જ્યાં પાંચમા તબક્કામાં મતદાન થવાનુ છે, કલમ 144 200 મીટરની ત્રિજ્યામાં લાગુ થશે. જેથી મતદાન મથકની આજુબાજુ કોઈ ધમાલ ન થાય. 

ચૂંટણીના ચોથા તબક્કા દરમિયાન, ગુનાહિત તત્વોએ કૂચબિહાર જિલ્લાના સીતલકુચીમાં મતદાન મથક નજીક  લાકડીઓ અને ડંડા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ફાયરિંગ થયુ હતુ. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુશીલ ચંદ્રાએ, ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) ડો.આરીઝ આફતાબ, એડીજી લો એન્ડ ઓર્ડર જગમોહન, વિશેષ પોલીસ સુપરવાઈઝર વિવેક દુબે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. તે સમય દરમિયાન, પાંચમા તબક્કાની સલામતીને લઈને, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ શુક્રવારે જણાવ્યુ હતુ કે, ' પાંચમા તબક્કા દરમિયાન 11 વધારાના પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.' નોંધનીય છે કે, ચૂંટણીના પાંચમા તબક્કા પૂર્વે ચૂંટણી પંચે ગુરુવારે મતદાન એજન્ટની સમસ્યા અંગે, એક નિર્દેશ જારી કર્યો છે. જે મુજબ બૂથ પર જતા પહેલા, મતદાન એજન્ટને પોતાનુ મતદાર કાર્ડ બતાવવુ પડશે.' ચૂંટણી પંચે એમ પણ કહ્યુ છે કે, ' જો મતદાન એજન્ટ મતદાર કાર્ડ બતાવવામાં અસમર્થ છે, તો રીટર્નિંગ અધિકારી દ્વારા અપાયેલ પત્ર બતાવવો પડશે. જેમાં મતદાન એજન્ટ ભાગ નંબર સાથે, તે વિધાનસભા મત વિસ્તારનો મતદાર છે, અને સીરીયલ નંબર  માહિતી પણ હોવી જોઈએ.'

આપને જણાવી દઈ એ કે, છેલ્લા ચાર તબક્કાની ચૂંટણીમાં, ચૂંટણી પંચને બૂથ પર જવા દેવા અને તેમના દસ્તાવેજો અંગે મતદાન એજન્ટો અંગે, સતત ફરિયાદો મળી રહી છે. 

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / ગંગા / માધવી 


 
Top