विदेश

Blog single photo

નાઈજર ના તાહુઆ ક્ષેત્ર માં માલી ની નજીક, સશસ્ત્ર હુમલા માં 40 ના મોત

22/03/2021

બમાકો /નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.) નાઇજર ના તાહુઆ ક્ષેત્રમાં માલી ની સરહદ નજીક સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. સરકારના પ્રવક્તાએ સોમવારે આ માહિતી આપી છે.

પ્રવક્તા અબ્દુલ રમન જકારીયાએ જણાવ્યું હતું કે, હુમલાખોરોને શોધવા માટે સૈનિકો રવાના કરવામાં આવ્યા છે. જોકે, આ હુમલા પાછળ કોનો હાથ છે તે જાણી શકાયું નથી.

નોંધનીય છે કે, નાઇજર અને પડોશી સાહેલ દેશોમાં ઘણા સશસ્ત્ર જૂથો સક્રિય છે. તેમાંથી કેટલાક ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી જૂથ અને અન્ય લોકો અલ કાયદા જૂથના છે. માલી સરહદ વિસ્તારમાં આવા હુમલાઓ અવારનવાર થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top