मनोरंजन

Blog single photo

પીઢ ફિલ્મ નિર્માતા અને લેખક, સાગર સરહદીનુ 88 વર્ષની વયે અવસાન ....

22/03/2021

નવી દિલ્હી, 22 માર્ચ ( હિ.સ.)    જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા અને લેખક, સાગર સરહદીનુ 22 માર્ચ 2021 ના ​​રોજ હાર્ટ એટેકથી નિધન થયુ છે.  તેઓ 88 વર્ષના હતા. સાગર સરહદીએ 'નૂરી', 'બજાર', 'કભી કભી', 'સિલસિલા', 'ચાંદની', 'દીવાના' અને 'કહો ના પ્યાર હૈ' જેવી  માટે   ફિલ્મો  માટે સ્ક્રીપ્ટ  લખી હતી. આ સિવાય તેમણે, 1982 માં સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહની ફિલ્મ 'બાજાર' નુ નિર્દેશન કર્યું હતુ. ફારૂક શેખ, નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી ની,  1984 માં ફિલ્મ 'લોરી' નુ નિર્માણ પણ કર્યું હતુ. સાગર સરહદીના મૃત્યુ થી, મનોરંજન જગતમાં શોકનું મોજુ છે. 

ફિલ્મના નિર્માતા અશોક પંડિતે, સાગર સરહદીના નિધન પર શોક વ્યકત કરતાં, સોશિયલ મીડિયા પર ટવીટ કરીને લખ્યુ છે: 'હાર્ટ એટેકથી પ્રખ્યાત લેખક, દિગ્દર્શક સાગર સરહદી જીના નિધન વિશે, સાંભળીને દુ:ખ થયુ. લેખક તરીકે તેમની કેટલીક જાણીતી ફિલ્મો છે 'કભી કભી', ' નૂરી ',' ચાંદની ',' દુસરા આદમી ',' સિલસિલા '. તેમણે 'બજાર' નુ નિર્દેશન પણ કર્યું હતુ. આ ફિલ્મ ઉદ્યોગ  માટે, એક મોટુ નુકસાન છે. ઓમ શાંતિ. '

11 મે 1933 ના રોજ, પાકિસ્તાનના એબટાબાદ નજીક બફ્ફા શહેરમાં જન્મેલા સાગર સરહદીનુ, સાચું  નામ ગંગા સાગર તલવાર હતુ.    પાછળથી તેમણે, ફિલ્મ જગતમાં પ્રવેશ કરતાં પહેલાં, સીમાંત પ્રાંત સાથે પોતાનુ જોડાણ બતાવવા માટે, પોતાનુ નામ સાગર સરહદી રાખ્યુ હતુ. તે ઉર્દૂ લેખક હતા અને ઘણી ટૂંકી વાર્તાઓ અને નાટકો પણ લખ્યા હતા. 

 હિન્દુસ્થાન સમાચાર / સુરભી  / માધવી 


 
Top