खेल

Blog single photo

આઈસીસી ટી 20 રેન્કિંગ- વિરાટ કોહલી ટોપ ફાઇવમાં

17/03/2021

નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ)   ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી -20 શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં, બેટીંગથી પ્રભાવી  પ્રદર્શન કરનાર, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ, આઈસીસી ટી 20 રેન્કિંગમાં ફરી પ્રવેશ મેળવી લીધો છે. કોહલીએ પ્રથમ મેચમાં નિષ્ફળતા બાદ, બીજી અને ત્રીજી મેચમાં અનુક્રમે 73 અને 77 રન બનાવ્યા હતા. જેનો ફાયદો તેને રેન્કિંગમાં મળ્યો  હતો. 

 કોહલી છઠ્ઠા સ્થાને થી છલાંગ લગાવી ને, પાંચમા ક્રમે આવી પહોચ્યા હતા.જો કોહલી આગામી બે મેચોમાં સારૂ પ્રદર્શન કરે, તો તે ટોપ 3 માં પણ પહોંચી શકે છે. ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલને, રેન્કિંગમાં નુકશાન વેઠવુ પડ્યુ હતુ. રાહુલે  ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણેય મેચોમાં ખાતુ ખોલાવી શક્યો નથી, જેના કારણે તે રેન્કિંગમાં ચોથા નંબર પર આવી ગયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે, કે એલ રાહુલને નીચે ખસકાવી  દીધો છે. 

 તે જ સમયે, ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગન, ટોપ 10 માંથી બહાર થઈ ગયા છે. બીજા સ્થાને ડેવિડ મલાન અને એરોન ફિંચ બીજા સ્થાને છે. છઠ્ઠા સ્થાને સાઉથ આફ્રિકાના વેન ડર ડુસેન, સાતમા ક્રમે ગ્લેન મેક્સવેલ, આઠમા ક્રમે માર્ટિન ગુપ્ટિલ અને આઠમા ક્રમે અફઘાન ખેલાડી હઝરતુલ્લાહ જાઝઇ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવન કોનવે, એક સ્થાનના ઉછાળા સાથે આગળ વધીને દસમા સ્થાને પહોંચી ગયો છે. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top