राज्य

Blog single photo

-ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન

08/05/2021

- સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનુ આયોજન કરાયુ છે
- વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ

અમદાવાદ, 08 મે (હિ.સ.) અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયુ છે. એએમસી દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન નુ આયોજન કરાયુ છે. જે 45 વર્ષથી ઉપરના લોકો માટે આયોજન કરાયુ છે. જોકે, લોકોમાં વેક્સીન લેવા એટલી જાગૃતિ આવી છે કે, વેક્સીનેશન શરૂ થાય તે પહેલા જ વહેલી સવારથી અહી લાંબી લાઈન લાગી હતી.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનુ આયોજન કરાયુ છે. પરંતુ વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. વેક્સીનેશન માટે સ્ટેડિયમખાતે અલગ અલગ 3 લાઈન બનાવવામાં આવી છે. જેમાં લોકો વાહનો સાથે અંદર જઈ શકે છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ 3 બુથ પર વેક્સીનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબી ટીમ સાથે ઓબ્ઝર્વેશન માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. એએમસી ની વ્યવસ્થાથી રસી લેવા આવનારા, આ આયોજનથી  ખુશ થયા છે

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી  


 
Top