राज्य

Blog single photo

આરટી-પીસીઆર રિપોર્ટ વગર પણ સારવાર અપાશે

07/05/2021

- હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારનો નિર્ણય
- કોરોના લક્ષણો ધરાવતા દર્દીને દાખલ કરવો પડશે

અમદાવાદ ,7 મે (હિ.સ) કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને આરટી-પીસીઆર રિપોર્ટ વગર પણ સારવાર અપાશે. કોરોના લક્ષણો ધરાવતા દર્દીને દાખલ પણ કરવા પડશે. આરટી-પીસીઆર રિપોર્ટ વિના પણ દર્દીઓને દાખલ થઈ શકશે.કોરોના સંક્રમિત થયાંના થોડા દિવસો પછી લોકો ફરી રીપોર્ટ કરાવે છે. તેના લીધે લેબ પર ભારણ વધી રહ્યાં છે. 


હિન્દુસ્થાન સમાચાર/ રેશ્મા નિનામા 


 
Top