विदेश

Blog single photo

સંયુક્ત રાષ્ટ્ર ના શાંતિ રક્ષકો ને ભારત દ્વારા કોરોના રસીના બે લાખ ડોઝ ભેટ આપવામાં આપશે

26/03/2021

ન્યુ યોર્ક/નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષકોને 27 માર્ચે ભારત તરફથી ભેટ રૂપે કોરોના રસી ના 2,00,000 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અગાઉ ફેબ્રુઆરીમાં ભારતની વિદેશ પ્રધાન એસ જયશંકરે ઘોષણા કરી હતી. ભગવદ્ ગીતાને ટાંકીને તેમણે કહ્યું હતું કે બીજાની સુખાકારીને ધ્યાનમાં રાખીને હંમેશાં કર્મ કરવું જોઈએ.

ડીપાર્ટમેન્ટ ઓફ સ્પીસ ઓપરેશન ના નેતૃત્વ હેઠળ 31 જાન્યુઆરી 2021 સુધીમાં કુલ 85,782 લોકો વિશ્વભરમાં શાંતિ કામગીરી માટે કામ કરી રહ્યા છે. આ અભિયાનમાં 121 દેશો સહયોગ આપી રહ્યા છે. ભારત આ સહાયક દેશોમાં ટોચ પર રહ્યું છે.

એવું જાણવા મળ્યું છે કે, એસ્ટ્રાજેનેકા રસીના 200,000 ડોઝ કતાર એરવેઝથી મુંબઇ પહોંચશે. આ પછી તે કોપનહેગન તરફ જશે જ્યાં તેને સુરક્ષિત રાખવામાં આવશે અને ત્યારબાદ તેને પીસકીપિંગ મિશન માં મોકલવામાં આવશે.

નોંધનીય છે કે, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશેલ્ડ રસી પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાના સહયોગથી વિકસાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top