राज्य

Blog single photo

અરવલ્લીના પોલીસકર્મીને બઢતી મળતા મીઠાઈ નહિ,માસ્ક આપી અનોખી પહેલ કરી

09/05/2021

મોડાસા, અમદાવાદ, 09 મે (હિ.સ.) અરવલ્લી જીલ્લા હેડક્વાર્ટરમા ફરજ બજવતા પોલીસ કર્મચારી રાહુલકુમાર ધીરુભાઇ ને કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ તરીકે નુ પ્રમોસન મળતા તેઓએ આ ખુશીના પ્રસંગે મીઠાઈ વહેંચવાની જગ્યાએ જીલ્લામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી ભાઈઓ નુ સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી ૨૫૦૦ જેટલાં માસ્કનુ વિતરણ કર્યું હતું,બઢતી પામેલા કર્મચારીની અનોખી પહેલને વધાવી લીધી હતી અને સાથી પોલિસ મિત્રોએ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top