मनोरंजन

Blog single photo

દિગ્ગજ અને ગંભીર મુદ્રા ધરાવતા બોલીવુડ અભિનેતા, મનોજ બાજપાઈ પણ કોરોના સંક્રમિત થયા

12/03/2021

નવી દિલ્હી, 12 માર્ચ, (હિ.સ.)   ફરી એકવાર, દેશમાં કોરોના વાયરસના રોગચાળાના કેસો વધી રહ્યા છે અને તે દરમિયાન, બોલિવૂડમાં પણ એક ખતરો ફેલાયેલો છે. તાજેતરમાં, અભિનેતા રણબીર કપૂર અને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને કોરોના ચેપ લાગ્યાં બાદ હવે બોલિવૂડના અન્ય એક અભિનેતા, મનોજ બાજપાઈ ને પણ કોરોના ચેપ લાગવાના સમાચાર મળી રહ્યા છે.

અહેવાલો અનુસાર, રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી પછી હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી પણ કોરોના રોગચાળા નો ભોગ બન્યા છે. તે જ સમયે, મનોજ બાજપેયી ને કોરોના ચેપ લાગ્યાં બાદ તેઓએ ઘરમાં જ પોતાને એકાંતવાસ માં રાખ્યા હતા. મનોજ બાજપાઇને કોરોના ચેપ લાગવાના સમાચાર મળ્યા બાદ, તેમના ચાહકો તેમની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, મનોજ બાજપેયી તાજેતરમાં જ ફિલ્મ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમને કોરોના ની હિન્ટ મળી હતી. હાલમાં આ ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, મનોજ બાજપેયી ઠીક છે અને તેમણે પોતાને અલગ રાખ્યા છે અને ખૂબ કાળજી લઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / હિતેશ 


 
Top