मनोरंजन

Blog single photo

ભારતીય શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ', ઓસ્કાર એવોર્ડ ની રેસ માં સામેલ

10/02/2021

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતની શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ', ઓસ્કર એવોર્ડ ની  રેસમાં જોડાઈ ગઈ છે. ભારતની કરિશ્મા દેવ દુબે દ્વારા દિગ્દર્શિત,  93 મા એકેડેમી એવોર્ડ્સની રેસમાં, ફિલ્મ 'બિટ્ટુ' ઓસ્કર 2021 બેસ્ટ શોર્ટ ફિલ્મ ઇન લાઇવ એક્શન રેસમાં, સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ ફિલ્મનુ નિર્માણ એકતા કપૂર, ગુનીત મુંગા, તાહિરા કશ્યપ ખુરાના અને રૂચિકા કપૂરે કર્યું છે. તે જ સમયે 'ધ એકેડેમી'એ બિટ્ટુ સહિત શોર્ટલિસ્ટ કરેલી ફિલ્મ્સની સૂચિ બહાર પાડી છે. તાહિરા કશ્યપ ખુરાનાએ, આ ખુશખબરને ચાહકો સાથે શેર કરી છે, અને આ સૂચિ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને, તેની ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યુ છે કે, 'ફિલ્મ 'બિટ્ટુ' 93 મા એકેડેમી એવોર્ડ માટે, ટોપ 10 માં છે ! અમે શાંત રહી શકતા નથી કારણ કે, ભારતીય વુમન રાઇઝિંગ અંતર્ગત, આ અમારો પહેલો પ્રોજેક્ટ છે. આ એક ખૂબ જ ખાસ પ્રોજેક્ટ છે .. તમે બધા રોકસ્ટાર છો. '

તાહિરાની આ પોસ્ટ પછી તેના ચાહકો, તેમજ ફિલ્મી હસ્તીઓ પણ તેને અભિનંદન પાઠવી રહ્યા છે, અને 'બિટ્ટુ'ને ઓસ્કરમાં જોડાવા બદલ ગૌરવ અનુભવે છે. ફિલ્મ 'બિટ્ટુ' ની વાર્તા મિત્રતા પર આધારીત છે. જેમાં શાળાએ જતા બે બાળકોની મિત્રતા બતાવવામાં આવી છે. આ ફિલ્મ દુનિયાભરના 18 ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / હિતેશ 


 
Top