मनोरंजन

Blog single photo

કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરમાં મેગા ટીવી સીરિયલ 'ધ ગ્રેટ સાધુ સ્વામી વિવેકાનંદ' નુ ઉદ્ઘાટન

20/02/2021

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી ( હિ.સ.) તાજેતરમાં જ કોલકાતાના પ્રખ્યાત દક્ષિણેશ્વર મંદિરમાં, ટીવી સીરિયલ 'ધ ગ્રેટ સાધુ સ્વામી વિવેકાનંદ' નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ મેગા ટીવી સીરિયલનુ શુટિંગ પણ 250 ક્રૂ મેમ્બર્સ સાથે ઉદઘાટન સાથે શરૂ થયુ છે. નોંધનીય છે કે, આ સીરીયલ અંગ્રેજી, હિન્દીની સાથે તમામ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

આ ટીવી શોનુ કૃષ્ણ મિશ્રા, કમલ મુકુટ અને ડો. શાલિની ગુપ્તા સંયુક્ત રીતે નિર્માણ કરી રહ્યા છે. પ્રારંભિક બે મહિનાનુ શૂટિંગ શેડ્યૂલ પશ્ચિમ બંગાળના હુગલીમાં  શ્રી રામકૃષ્ણ પરમહંસના જન્મસ્થળ પર યોજાશે. શોના ડિરેક્ટર કૃષ્ણ મિશ્રા અને શોના નિર્માતા કમલ મુકુટની હાજરીમાં શોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શોના નિર્માતા કૃષ્ણ મિશ્રાએ, શોની સ્ટારકાસ્ટ જાહેર કરી હતી. તેમણે કહ્યુ કે, 'કાર્તિક જૈન, સ્વામી વિવેકાનંદની મુખ્ય ભૂમિકા ભજવશે. જ્યારે રામકૃષ્ણના રૂપમાં સૌરભ અગ્નિહોત્રી, રામ કુમાર તરીકે પિયુષ સુહાને, ખુદીરામ તરીકે આકાશ બેરી, અને ચંદ્રમણીની  ભૂમિકામાં શુભ લક્ષ્મીદાસ જોવા મળશે. તે જ સમયે, આ ટીવી શોમાં રાની રોઝમેનની ભૂમિકમાં  કીર્તિ અદારકર, મથુરા તરીકે કેદાર શર્મા અને અન્ય ઘણા મહત્વના સહ કલાકારો પણ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top