भारत

Blog single photo

જમ્મુ-કાશ્મીર ના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન નુ નિધન, પ્રધાનમંત્રી મોદી એ શોક વ્યક્ત કર્યો

04/05/2021

નવી દિલ્હી, 04 મે (હિ.સ.) જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જગમોહનનુ નિધન થયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે જગમોહનના નિધન ને રાષ્ટ્ર માટે મોટું નુકસાન ગણાવ્યુ છે.

એક પ્રશાસક માંથી રાજકારણી બનેલા જગમોહન, છેલ્લા કેટલાક સમયથી બીમારીમાં હતા. 93 વર્ષીય જગમોહને સોમવારે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુની જાણ પરિવાર દ્વારા તેમના પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવી હતી.

જગમોહને કાશ્મીરમાં રાજ્યપાલ તરીકે 1984 થી 89 અને ફરીથી 1990 માં જાન્યુઆરીથી મે સુધી બે ગાળાની સેવા આપી હતી. તેમણે દિલ્હી અને ગોવાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પણ કામ કર્યું હતુ. તેમણે 17 ફેબ્રુઆરી 1980 ના રોજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને 30 માર્ચ 1981 સુધી આ પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ તેમણે 31 માર્ચ 1981 થી 29 ઓગસ્ટ 1982 સુધી ગોવાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સેવા આપી હતી. તેઓ લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં કેન્દ્રીય શહેરી વિકાસ અને પર્યટન પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.

વડા પ્રધાન મોદીએ મંગળવારે ટવીટ કરીને કહ્યુ કે, ' જગમોહનજી નુ અવસાન, આપણા રાષ્ટ્ર માટે મોટું નુકસાન છે. તે અનુકરણીય પ્રશાસક અને જાણીતા વિદ્વાન હતા. તેમણે હંમેશાં ભારતની સુધારણા તરફ કામ કર્યું. નવી નીતિ ઘડવા માટે તેમનો મંત્રી પદનો કાર્યકાળ યાદ આવે છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. શાંતિ .... "

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પ્રભાત ઓઝા / હિતેશ 


 
Top