राज्य

Blog single photo

સુરત માં 4,704 માતાઓ બની, સાચા અર્થમાં મા યશોદા

09/05/2021

-હ્યુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની 4,704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હ્યુમન મિલ્ક બેંક,આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે

સુરત/અમદાવાદ , 9 મે ( હિ.સ ) કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત થઇ છે. તરછોડાયેલા બાળક હોય, અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળ રોગ વિભાગના વડા ડો. વિજય શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં કોઈ સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેશન માં લેવામાં આવે છે. 

આ ડોનેટ કરેલા દુધને પેશ્યરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-૨૦) ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર/ રેશ્મા નિનામા 


 
Top