खेल

Blog single photo

દિવિજ શરણ અને અંકિતા રૈના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થઈ ગયા

11/02/2021

મેલબોર્ન, નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતીય ટેનિસ ખેલાડી દિવિજ શરણ અને અંકિતા રૈના, વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે. જેમાં પુરુષ અને મહિલા ડબલ્સની મેચનો પ્રથમ રાઉન્ડ ક્રમશ: હારી ગયા હતા. શરણ અને સ્લોવાકિયાની જોડી ઇગોર ઝેલેને પ્રથમ રાઉન્ડમાં, જર્મનની જોડી કેવિન કરાવિટ્ઝ અને યાનીક  હાંફમાન સામે હારી ગઈ. 

 શરણ અને જેલીનની જોડી એક કલાક અને ચાર મિનિટમાં, જર્મન જોડી સામે 6-1, 6-4થી હારી ગઈ હતી. 

તે જ સમયે, મહિલા ડબલ્સ કેટેગરીમાં, અંકિતા અને તેની રોમાનિયન ભાગીદાર મિહાઈલા બુઝાનેસ્કુ પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન જોડી બેલિન્ડા વૂલકોક અને ઓલિવીયા ગાદેકી ને સાથે રમાયેલ મેચ, 1 કલાક  17 મિનિટ ની મેચમાં સીધા સેટમાં 6-3, 6-0 થી હારી ગયા.  શરણ અને અંકિતા પહેલા, રોહન બોપન્ના પણ પુરુષ ડબલ્સમાં હારી ગયા બાદ બહાર થઈ ગયા હતા. જો કે, તે મિક્સ ડબલ્સ કેટેગરીના પહેલા રાઉન્ડમાં તેની ચાઇનીઝ પાર્ટનર ડ્યુઆન યિંનગિંગ સાથે, બ્રિટનના જૈમી મરે અને તેની યુએસ પાર્ટનર બેથાની માતેક સેન્ડ્સ સામે ટકરાશે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top