खेल

Blog single photo

નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં

10/02/2021

મેલબોર્ન, નવી દિલ્હી,10 ફેબ્રુઆરી (હિ.સ.) સર્બિયાઈ ટેનિસ સ્ટાર અને વિશ્વના પ્રથમ નંબરના ખેલાડી નોવાક જોકોવિચ, બુધવારે ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા હતા.

જોકોવિચે લેવર એરિના ખાતે રમાયેલી બીજા રાઉન્ડની મેચમાં, અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફોને 6-3, 6-7, 7-6 (2), 6-3 થી પરાજીત કર્યા હતા. 

વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી, જોકોવિચે સારી શરૂઆત કરી અને પહેલા સેટમાં 4–1 ની લીડ મેળવી લીધી, પરંતુ ટિયાફો એ જોરદાર વાપસી કરીને સ્કોર 4-3 કરી દીધો. જો કે  જોકોવિચે તે પછી ટિયાફોને કોઈ તક આપી ન હતી, અને પહેલો સેટ 6-3 થી જીત્યો હતો.

બીજો સેટ થોડો નજીક રહ્યો હતો. એક સમયે જોકોવિચ અને ટિયાફો બંને 5-5 થી બરાબરી પર હતા, પરંતુ ટિયાફોએ બીજા સેટને 7-6 થી પોતાને નામ લઈ જવા માટે વધુ સારી રમત બતાવી હતી. ટિયાફોએ ત્રીજા સેટમાં જોકોવિચને કડક લડત આપી હતી. જે ટાઇ-બ્રેકર માટે પણ ગયો હતો, પરંતુ જોકોવિચ તેને અંતે જીતવામાં સફળ રહ્યો. 

જોકોવિચે ટિયાફોને ચોથા સેટમાં કોઈ તક આપી ન હતી, અને તે સેટ 6-3થી પોતાના બાજુ કરી મેચ જીતી લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top