भारत

Blog single photo

પાકિસ્તાની સરહદ ના શોપિયાં જીલ્લા માં આતંકી અથડામણ માં ત્રણ આતંકવાદી ઠાર કરાયા

06/05/2021

શોપિયાં, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). શોપિયાં જિલ્લાના કાંજીગામના ઇમામ સાહિબ વિસ્તારમાં ગુરુવારે સવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલુ અથડામણ માં સુરક્ષા દળો એ, ત્રણ અલ-બદ્ર આતંકીઓને ઠાર કર્યા હતા. એક આતંકવાદીએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સમર્પિત આતંકીની ઓળખ તૌસિફ અહમદ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ શોપિયાં ના ઇમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષા દળોને ત્રણથી ચાર આતંકવાદીઓની હાજરીની જાણ થઈ હતી. આના પર ગુરુવારે સવારે 1 વાગ્યાની આસપાસ જમ્મુના 44 આરઆર, સીઆરપીએફ અને એસઓજીના જવાનોએ આ વિસ્તારની ઘેરાબંધી શરૂ કરી હતી. ઇમામ સાહેબ વિસ્તારમાં પહોંચ્યા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયેલા હતા તે ઘરની નજીક જવાનું શરૂ કર્યું. સુરક્ષાદળો નજીક આવતા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સમય દરમિયાન, ચોથો આતંકવાદી, જે તાજેતરમાં જ સંગઠનમાં જોડાયો હતો, તેમણે શરણાગતિ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. સુરક્ષા દળોએ તેને પોતાનું શસ્ત્ર છોડીને ઘરની બહાર નીકળવાનું કહ્યું હતું. તેણે એન્કાઉન્ટરની જગ્યા પર પોતાનું શસ્ત્ર છોડી દીધું અને બહાર આવીને પોતાને સેનાના હવાલે કરી દીધું. બાદમાં સેનાએ તેને પોલીસ હવાલે કર્યો હતો. અન્ય આતંકવાદીઓની અપેક્ષાએ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તે જ સમયે, અથડામણ સ્થળ પરથી અન્ય ત્રણ આતંકીઓની લાશ અને મોટી માત્રામાં હથિયારોનો દારૂગોળો મળી આવ્યો છે.

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે અલ-બદ્રના ત્રણ આતંકવાદીઓની હત્યા અને એક શરણાગતિની પુષ્ટિ કરતા કહ્યું હતું કે સર્ચ ઓપરેશન પૂર્ણ થતાંની સાથે જ આ અભિયાનને સમાપ્ત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન / પ્રભાત ઓઝા /માધવી 


 
Top