आर्थिक

Blog single photo

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલ ના ભાવો માં કોઈ ફેરફાર નહિ

28/03/2021

નવી દિલ્હી, 28 માર્ચ ( હિ.સ.) ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા દિવસે, રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે, ચૂંટણીની સિઝન દરમિયાન ઓઇલ કંપનીઓએ સતત બે દિવસ, પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તુ કર્યું હતુ, જ્યારે ગયા મહિને તેલના ભાવમાં સતત 16 દિવસ વધારો કરવામાં આવ્યો હતો. 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ચાર મહાનગરોમાં, પેટ્રોલના ભાવ અનુક્રમે 90.78 રૂપિયા, 97.19 રૂપિયા, 90.98 રૂપિયા અને 92.77 રૂપિયા પ્રતિ લિટર રહ્યા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે 81.10 રૂપિયા, 88.20 રૂપિયા,  83.98 રૂપિયા અને 86.10 રૂપિયા પર ઉપલબ્ધ છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે.  

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / હિતેશ


 
Top