विदेश

Blog single photo

વર્લ્ડ બેંકે ભારતીય મૂળના ઈન્દ્રમીત ગિલને, ઇએફ આઈ ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા ...

10/04/2021

વોશિંગ્ટન, નવી દિલ્હી, 10 એપ્રિલ ( હિ.સ.) વર્લ્ડ બેંકે ભારતીય મૂળના ડોક્ટર ઈન્દ્રમીત ગિલને, 'સમાન વિકાસ, નાણા અને સંસ્થાઓ' (ઇએફઆઈ )  ગ્લોબલ પ્રેક્ટિસ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ  તરીકે, નિયુક્ત કર્યા છે. તે એમ આહ્યાન કોસેની જગ્યા લેશે. ડો.ગિલની નિમણૂક, 1 જૂનથી પ્રભાવી  થશે.

ડો.ગિલ ભારતની રાજધાની નવી દિલ્હી સાથે, વિશેષ જોડાણ છે.  ડો. ગિલ, દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થી છે. આ પહેલા તેમણે વર્લ્ડ બેંકમાં કામ કર્યું છે. તેઓ મધ્ય એશિયાના મુખ્ય અર્થશાસ્ત્રી અને આર્થિક ભૂગોળ પરના 2009 ના, વિશ્વ વિકાસ અહેવાલમાં સ્ટાફ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેમણે પૂર્વ એશિયા અને પ્રશાંત માટે, પ્રાદેશિક કચેરીમાં આર્થિક સલાહકાર તરીકે કામ કર્યું છે. 

ડો. ગિલ એ  શિકાગો યુનિવર્સિટીમાંથી, ઇકોનોમિક્સમાં પીએચડી કરી છે.  જ્યોર્જટાઉન યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક અને શિકાગો યુનિવર્સિટીમાં પણ અધ્યાપન કરી ચૂક્યા છે. ડો.ગિલને ઋણ પ્રબંધન, સતત  વિકાસ અને ગરીબી નિવારણ જેવા, વિષયો પર સારી જાણકારી છે. 

હિન્દુસ્થાન સમાચાર /  સુપ્રભા સક્સેના  / માધવી 


 
Top