आर्थिक

Blog single photo

કોરોના મહામારી ને ધ્યાન માં લઈને રીઝર્વ બેંક એ 50 હજાર કરોડ ની પ્રવાહિતા ની જાહેરાત કરી

05/05/2021

 મુંબઈ / નવી દિલ્હી, 05 મે (હિ.સ.) કોવિડ -19 ની બીજી લહેર ને ધ્યાન માં લઈને, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ રાહતની અનેક મોટી ઘોષણા કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અહીં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇમરજન્સી હેલ્થ સર્વિસીસ માટે રૂ .50,000 કરોડની પ્રવાહિતાની જોગવાઈ સહિત અનેક ઘોષણાઓ કરી હતી.

શક્તિકાંત દાસે કોરોના થી જોડાયેલ આરોગ્યસંભાળ માળખાને વધારવા માટે રૂ. 50,000 કરોડની ઓન-ટેપ વિંડો ખોલવાની જાહેરાત કરી, જે અંતર્ગત 50 હજાર કરોડ રૂપિયા ત્રણ વર્ષ ની અવધી પર રેપો રેટ પર ઉપલબ્ધ રહેશે. આ યોજના 31 માર્ચ 2022 સુધી ચાલશે.

આરબીઆઈના ગવર્નરે કહ્યુ હતુ કે, 'રિઝર્વ બેંક સિસ્ટમમાં રોકડ રકમ વસૂલવા માટે આવતા પંદર દિવસમાં 35 હજાર કરોડ સરકારી સિક્યોરિટીઝની ખરીદી કરશે.' તેમણે કહ્યુ કે, 'નબળા વિસ્તારોમાં લોન આપવા માટે બેંકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે, બેન્કો તેમના વહી ખાતા માં એક કોવિડ લોન બુક બનાવશે.'

દાસે વિડિઓ કેવાયસી ને લગતી વિવિધ કેટેગરીના નિયમોની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે,' આરબીઆઈએ વ્યક્તિગત, નાના ઋણ લેનારાઓ માટે પુનર્ગઠન લોનની બીજી વિંડો ખોલી છે. આ અંતર્ગત, જેમણે અગાઉ આ સુવિધા લીધી નથી અને તેમની લોન 25 કરોડ રૂપિયા સુધીની છે. તે આ વખતે લોનની પુનર્ગઠન સુવિધા મેળવી શકે છે.'

આરબીઆઈના ગવર્નરે કહ્યુ કે,' રિઝર્વ બેંકે ઓવરડ્રાફ્ટ સુવિધાને રાજ્ય સરકારો માટે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે નિર્ણય લીધો છે કે, 20 મેના રોજ તે G-SAP 1.0 હેઠળ 35,000 કરોડ રૂપિયાની બીજી સરકારી સિક્યોરિટીઝ ની ખરીદી કરશે.'

આ સિવાય આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે,' અગ્રતા ક્ષેત્રો માટે પણ લોન અને પ્રોત્સાહનોની જોગવાઈ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.' તેમણે કહ્યુ કે, ' સ્મોલ ફાઇનાન્સ બેંકને ખાસ છૂટ આપવામાં આવી છે.' દાસે કહ્યુ કે, 'એસએફબી માટે 10 હજાર કરોડ રૂપિયાની ટીએલટીઆરઓ લાવવામાં આવશે. આ માટે વ્યક્તિ દીઠ 10 લાખની મર્યાદા રહેશે. આ યોજના 31 માર્ચ 2022 સુધી ચાલશે.'

હિન્દુસ્થાન  સમાચાર / પ્રજેશ / સુનીત / હિતેશ 


 
Top