खेल

Blog single photo

આજે ચેતેશ્વર પુજારા મેદાન માં નહિ ઉતરે, પહેલા દિવસે જમણા હાથ માં ઈજા

14/02/2021

ચેન્નાઈ/ નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ની મીડિયા ટીમે રવિવારે કહ્યુ કે, 'ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે મેદાન માં નહીં ઉતરે.'

બીસીસીઆઈની મીડિયા ટીમે રવિવારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, "ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે, બેટિંગ કરતી વખતે ચેતેશ્વર પૂજારાને તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. તેમને પીડા થઈ રહી છે. તેથી આજે તે મેદાનમાં નહીં ઉતરે." 
 
 ઓલી સ્ટોનનો એક  બોલ પૂજારાને હાથમાં લાગ્યો હતો. આ પહેલા ભારતીય ટીમનો પ્રથમ દાવ, આજે 329 રનમાં સમાપ્ત થયો હતો. ભારતીય ટીમે આજે 6 વિકેટે 300 રનની આગળ રમવાનુ શરૂ કર્યું હતુ. 

 આજે ભારતને પહેલો ઝટકો અક્ષર પટેલ (05) નો લાગ્યો. અક્ષરને, મોઇન અલીએ તેનો શિકાર બનાવ્યો હતો. આ જ ઓવરમાં અલીએ ઇશાંત શર્માને, આઉટ કરીને ભારતને આઠમો ઝટકો આપ્યો હતો. આ બે વિકેટ બાદ પંતે, તેની બેટિંગની શૈલીમાં પરિવર્તન લાવ્યુ અને તેણે મોટો સ્ટ્રોક લગાવ્યા અને માત્ર 65 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. જોકે, ઝડપી બોલર અલી સ્ટોને, કુલદીપ યાદવ અને સિરાજ અહેમદને આઉટ કરીને ભારતીય ઇનિંગ્સનો અંત કર્યો હતો.

તે જ સમયે, ઇંગ્લેન્ડે પણ પ્રથમ ઇનિંગ્સની શરૂઆત નબળી રહી હતી અને બીજા દિવસે બપોરના ભોજન સુધી અંગ્રેજી ટીમે ફક્ત 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top