भारत

Blog single photo

રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 કરોડ રસીના ડોઝ મોકલવામાં આવ્યા છે : ડો. હર્ષ વર્ધન

29/04/2021

નવી દિલ્હી, 29 એપ્રિલ ( હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યુ કે, "રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 કરોડ રસીના ડોઝ મોકલવામાં આવ્યા  છે. જેમાંથી 15 કરોડ ડોઝ લોકોને આપવામાં આવી ગયા છે.' તેમણે કહ્યુ કે, ' રાજ્યોમાં હજી પણ રસીના એક કરોડ ડોઝ છે. આ સાથે, આગામી બે-ત્રણ દિવસમાં લાખો ડોઝ, રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે.'   

ગુરુવારે લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજની મુલાકાત લીધા બાદ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યુ કે, ' રાજ્યોમાં રસીની કોઈ કમી નથી.  મેં લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજનુ નિરીક્ષણ કરતી વખતે, કોલેજના શૈક્ષણિક ખંડનુ ઉદ્ઘાટન પણ કર્યુ હતુ." 

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, " આ મેડિકલ કોલેજમાં થોડા દિવસોમાં 400 થી વધુ પથારીની સુવિધા શરૂ કરવામાં આવશે. બધામાં ઓક્સિજન પલંગ હશે, અને મોટા ભાગ માં વેન્ટિલેટરની સુવિધા પણ હશે.'

 હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / હિતેશ


 
Top