मनोरंजन

Blog single photo

રોહિત શેટ્ટીના જન્મદિવસ પર ફિલ્મ 'સૂર્યવંશી' ની રિલીઝ ડેટની ઘોષણા થશે

10/03/2021

નવી દિલ્હી, 10 માર્ચ ( હિ.સ.)     રોહિત શેટ્ટી દિગ્દર્શિત કોપ ડ્રામા ફિલ્મ 'સૂર્યવંશી', છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેત્રી કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે 2 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ નવી તારીખે રિલીઝ થશે. આ ફિલ્મની નવી રિલીઝ તારીખ 14 માર્ચ, એટેલે કે ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીના જન્મદિવસે જાહેરાત કરવામાં આવશે. ફિલ્મ વિવેચક કોમલ નહાટા એ, સોશિયલ મીડિયા પર આ માહિતી ટ્વીટ કરી છે.

ફિલ્મ 'સૂર્યવંશી' રોહિત શેટ્ટીની પોલીસ યુનિવર્સનો ચોથી સીરીજ છે. આ પહેલા રોહિત શેટ્ટીએ અજય દેવગણની ફિલ્મ 'સિંઘમ' અને 'સિંઘમ 2',  અને રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' નુ નિર્દેશન કર્યું હતુ. એક્શનથી ભરેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, ડીસીપી 'વીર સૂર્યવંશી' તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયો રોલમાં છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનુ નિર્માણ, કરણ જોહર અને રોહિત શેટ્ટીએ કર્યું છે. આ ફિલ્મનુ દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top