विदेश

Blog single photo

પાકિસ્તાન : કટ્ટરપંથી ઇસ્લામિક નેતા સાદ રિજવી ની ધરપકડ

13/04/2021

લાહોર/નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ..). મોહમ્મદ પયગંબર ના ચિત્ર બનાવવા ના મુદા પર ફ્રાંસ ના રાજદૂત ને દેશમાંથી હાંકી કાઢવાના મુદા પર વિરોધ પ્રદર્શન ની ધમકી આપવા વાળા કટ્ટરપંથી ઇસ્લામિક પક્ષના નેતા સાદ રિજવીની ધરપકડ કરવામાં આવી છે. 

સાદ રિજવીની ધરપકડ અંગે લાહોર પોલીસ વડા ગુલામ મહમદ ડોગરે કહ્યું કે, આ ધરપકડ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી છે.

સાદ રિજવીએ કહ્યું કે સરકારે પ્રતિબદ્ધતા આપી હતી કે, ફ્રાન્સમાં પયગંબર ની તસવીરો પ્રકાશિત કરવાના મુદ્દે 20 એપ્રિલ પહેલા ફ્રેન્ચ રાજદૂતને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. સરકારનું કહેવું છે કે, તેણે સંસદમાં ફક્ત આ મુદ્દા પર ચર્ચા કરવાનું પ્રતિબદ્ધ કર્યું છે.

રિજવીના સમર્થકોએ સરકારના વલણનો વિરોધ કર્યો હતો અને પાર્ટી ઓફિસની સામે દેખાવો કર્યા હતા. સોમવારે લાહોરના કેટલાક રસ્તાઓ જામ થઈ ગયા હતા, ત્યારબાદ સરકારે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અજીત /માધવી 


 
Top