मनोरंजन

Blog single photo

રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર ની ફિલ્મ "રુહી" નું બીજું ગીત રજુ થયું

26/02/2021

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, (હિ.સ.)   રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની હોરર કોમેડી ફિલ્મ 'રૂહી' નું બીજું ગીત 'કીસ્તો કો' રિલીઝ થઈ ગયું છે. આ ગીત ઝુબિન નૌટિયાલ અને સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીત ના બોલ ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. ફિલ્મનું આ ગીત જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યું છે.

રાજકુમાર અને જાહ્નવીની ક્યૂટ કેમિસ્ટ્રી ઘણી સારી લાગી રહી છે. જોકે, જાહ્નવી કપૂર ગીતમાં એકદમ ડરી ગયેલી જોવા મળી રહી છે. ગીતમાં રાજકુમાર રાવ તેની સંભાળ લેતા જોવા મળે છે. ગીતના ચાહકોમાં ફિલ્મનું આ ગીત ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મ 'રૂહી' માં જાહ્નવી કપૂર રૂહી અરોરા અને અફજાના બેદીની ડબલ ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ આ ફિલ્મમાં રાજકુમાર રાવ, ગગન અગ્રવાલ અને વરૂણ શર્મા ચીકુની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના અન્ય કલાકારો પણ પંકજ ત્રિપાઠી અને રોનિત રોય હશે. ફિલ્મના ડાયરેક્ટર હાર્દિક મહેતા છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝન અને મૃગદીપ સિંહ લાંબાએ કર્યું છે. આ ફિલ્મ જીયો સ્ટુડિયો રજૂ કરશે. ફિલ્મ 'રૂહી' મહાશિવરાત્રી નિમિત્તે આ વર્ષે 11 માર્ચે થિયેટરોમાં રજુ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / કુસુમ /માધવી 


 
Top