आर्थिक

Blog single photo

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલ ના ભાવો માં કોઈ ફેરફાર નહિ

03/04/2021

નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.).    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની વચ્ચે સ્થાનિક બજારમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખી છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના અન્ય ત્રણ મહાનગરો મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલના ભાવ અનુક્રમે 96.98 રૂપિયા, 90.77 રૂપિયા, અને 92.58 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ અનુક્રમે 87.96 રૂપિયા,. 83.75 રૂપિયા અને 85.88 રૂપિયા પ્રતિ લીટર છે. હાલમાં, દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત એકંદરે ઉચ્ચતમ સ્તરે છે.

તાજેતરમાં ક્રૂડ તેલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા. પેટ્રોલ લિટરદીઠ 61 પૈસા સસ્તુ થયું છે, જ્યારે ડીઝલ પણ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થઈ ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પ્રભાત ઓઝા /માધવી 


 
Top